Wednesday, 28 June 2017

ગઝલ

*ગઝલ*

શબ્દો  વગરની   લાગણી  હોય   છે,
શ્વાસે   તમારી   માંગણી   હોય   છે.

જ્યાં લાગણી તલ ભાર પણ ના રહે,
ત્યાં   તો   વધારે   માપણી  હોય  છે.

જે   હોય   મનમાં  ને  કહી  ના  શકું,
દર્દો   બધાં   આ   ટાંકણી   હોય  છે.

જ્યાં   જિંદગી   અંગાર  જેવી   રહે,
લીલી  ખુશી  ત્યાં  પાંગળી  હોય  છે.

સાજન   તમારાં  આ   વિયોગે  બધી,
રાતો    અમારી   વાંઝણી    હોય   છે.

જ્યાં  થાય  રાતોનાં  સતત જાગરણ,
ત્યાં   પ્રેમની  હજુ  વાવણી  હોય  છે.

જોવે  નજર  ખોટી  કરી  જે  જગત,
આંખે   નકામી   આંજણી  હોય  છે.

કાજલ કાંજિયા 'ફિઝા'
28/6/2017

No comments:

Post a Comment