ગીત:સૂરજ પૂરાયો
સૂરજને પૂર્યો છે ચાંદાએ કોતરમાં,
કિરણોએ પાડી છે રાડ,
હવે ઉગશે ના કોઈ સવાર.
વાદળમાં ફેંકી છે તાળાની કૂંચી
સંધ્યા લઈ આવી છે વાદળની સૂચી,
રાત્રિના માથે છે કુદરતની ધાડ.
... હવે ઉગશે ના કોઈ સવાર..
કોતરમાં વર્તાવ્યો કિરણોએ કેર,
ટાઢકમાં પ્રસરી ગઈ ગરમીની લહેર,
માટીના કિટકોની બળતી'તી નાડ,
.. હવે ઉગશે ના કોઈ સવાર..
જાણ્યું ના ઈશ્વરથી કોનું છે કામ,
સોટીના ઝાટકે પાડ્યા છે ગામ,
યમને દીધો આદેશ ચાંદાને પાડ.
.. ફરી ઉગી આવી જો ને સવાર..
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment