રાતના રંગોની જાજમ આભમાં આખ્ખાય ફેલાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?
આ હું ચાલ્યો ફૂલથી ખાંપણ સજાવી મિત્રોની ખાંધે ચડી મંઝિલ તરફ
ધૂમ્રની સેરોની સાથે અશ્વ ઉપર બેસીને આવી રહ્યા છો, તે તમે છો?
- હરિહર શુક્લ
૦૭-૦૬-૨૦૧૭
(રચવા ધારેલી ગઝલ ના શેર)
(મંથનભાઈ એ આપેલું હોમવર્ક કરવાનું બાકી છે!)
No comments:
Post a Comment