*કિટ્ટીનું ગીત*
જોઈ તમને દિલમાં વાગે, વાગે દિલમાં સિટ્ટી,
સજની શા માટે છો કિટ્ટી?
ફૂલોનાં ફૂલો ખડકાવું,
પાણી થૈ વર્ષા વરસાવું,
તેજ નિખારી દેવા માટે થાઉં મુલ્તાની મિટ્ટી,
સજની શા માટે છો કિટ્ટી?
મંદિરમાં જઈ માથા ટેકું,
ભૂવાને ત્યાં સિક્કા ફેંકું,
આપ કહો તો ફોટો ટાંગું ઠોકી હૈયે ખીટ્ટી,
સજની શા માટે છો કિટ્ટી?
છમછમ કરતી ઝાંઝર આપું,
નખરંગી ને ચૂડી આપું,
આંગળમાં પ્હેરાવું જાતે મારા નામી વીંટ્ટી,
સજની શા માટે છો કિટ્ટી?
જોઈ તમને દિલમાં વાગે, વાગે દિલમાં સિટ્ટી,
સજની શા માટે છો કિટ્ટી?
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Wednesday, 7 June 2017
ગીત
Labels:
ભાવિન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment