Wednesday, 7 June 2017

૨, ગઝલ

[6/7, 8:33 AM] Masum: વ્હેંચી રહેલા કામને અપના ગણી ગણી,
ખાતા થયેલા દાવતો ભાણાં કરી કરી.

ઢળતી ઉમરના આખરી ઢળતા પ્રભાવમાં,
જીવે પ્રભુના નામની માળા કરી કરી.

ચંચળ હઠીલા ભીતરી મનના દબાવમાં,
માણે મળેલા રુપને ચાળા કરી કરી.

આશા કદીના કોઇની રાખી મદદતણી,
પંખી વસેલા ઝાડવે માળા કરી કરી.

સારા કરમની ચાલતી નાણાં  ઉચાપતો,
ધોળાં લિબાસે મુખડા કાળા કરી કરી.

ચૌકી વધારે ખાયકીચોરે ઉભી કરી,
કાબુ જમાવી રાખતા થાણાં કરી કરી.

ખોટા કરમ ને ઢાંકવા ચાલે કરામતો,
ભેદો દબાવી રાખતા ઝાળા કરી કરી.

મોટા થવાની ચાલની ચલતી કવાયતો,
રાખે બધાને દાબમાં વાળા કરી કરી.

ચાલી રહેલા કાળને બળના અસર તળે,
માસૂમ લડાવે જાતના વાડા કરી કરી.

                માસૂમ મોડાસવી
[6/7, 9:30 AM] Masum: सरपे हमारे कितने सवालों का बार है,
पल पल बदलते सारे  खयालों का बार है।

कोशिश रही हमारी राहत नसीब  हो,
लेकिन हुनर के चलते कमालों का बार है।

आती रहीं  हैं सामने उल्जन पे उल्जनें,
गमको बढाने वाले हवालों का बार  है।

मतलब भरा है उनकी इनायत का वास्ता,
मजबुर चल रहे बुरे हालों का बार है।

दो चार पलका साथ गवारा न कर सके,
हमसे कनारा कर रही चालों का बार है।

मासूम सोच कर भी कोइ हल न मिल सका,
घरसे  हमारे  दुर उजालों का बार है।

                 मासूम मोडासवी

No comments:

Post a Comment