ભગવા વેશે શંકર આવ્યા.
મારે આંગણ ઈશ્વર આવ્યા.
કવિતા મારી શબ્દો મારા,
વાંચી એ તો તત્પર આવ્યા.
મારી વાર્તા પૂરી કરતા.
ખુદ ઈશ ને પણ,ચક્કર આવ્યા.
નરસિંહ માટે આવ્યા શામળ.
મીરાં માટે ગિરધર આવ્યા.
આંખો ખાલી દેખી એની,
એનાં સપનાં રાતભર આવ્યા.
વિપુલ બોરીસા
વિપુલ બોરીસા
No comments:
Post a Comment