લડવાના લો, અવસર આવ્યા,
દુશ્મન સામે કટ્ટર આવ્યા !
જો, વિચારો તો બદતર આવ્યા,
પણ ઈરાદા ના બર આવ્યા !
ચાહું છું ભૂલી જાવા હું,
યાદ ફરી એ અકસર આવ્યાં !
આજ ગઝલ કહેવા મારે ઘર,
જાતે શાયર ' મર્મર ' આવ્યા !
કોઈનું સારું કરવામાં
પણ જો, કેવાં નડતર આવ્યાં !
કોઈના રસ્તામાં ફૂલો,
તો કોઈના પથ્થર આવ્યાં !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment