Tuesday, 27 June 2017

ગઝલ

સળગી ગયા તોયે રાખ માંથી બેઠા થયા,
સપના મારા તૂટી ને પણ કેમ સાજા થયા?

એક શખ્સ ને પામવાની આટલી માથાકૂટ,
વિચારો માં જ મન અને મગજ ના ઝઘડા થયા.

તૂટેલી ઝુંપડી ના કોઈ ખૂણે જલતો દિપક,
અજવાળા એના જ તો મહેલો માં થયા.

ડરતા હશે સૂરજ થી આ તારલા કદાચ,
સૂરજ ના ગયા પછી જ એ દેખાતા થયા.

એક દિ'  વિચાર બસ એમ જ આવ્યો હશે,
પ્રેમ માં મરવા તેથી જ તો મરજીવા થયા.

કેટલી અવ્યક્ત લાગણીઓ મરતી હશે રોજ,
કેટલી ઈચ્છાઓ ના અધૂરી ચૂરા થયા.

ગગન હો કે ધરા તડપવું તો બધા ને પડે જ છે,
દૂર ક્ષિતિજ માં આ તડપ ના મને દર્શન થયા.

પ્રેમ માણસ થી જ થાય એવો ક્યાં નિયમ છે જ,
પ્રેમ માં પ્રકૃતિ ના પણ કેટ કેટલા પાગલ થયા.

હશે એની પણ મજબૂરીઓ હશે જ 'ધર્મ',
ખુદા પણ ક્યાં કંઈ કર્યા વગર જ ખુદા થયા?

                               ~ધર્મેન્દ્ર સોલંકી.
                            ૧૧:૪૬, ૨૨/૦૬/૧૭

No comments:

Post a Comment