*એક પુરુષ ભવિષ્ય પ્રત્યે એક વેદનાનું ગીત*
એક દિવસ એવો આવશે...... *ટેક*
તમારે સૌને રડવું પડશેને મારે અહીંથી જવું પડશે
ગામની ગોંદરે ફરતા મિત્રોને ભૂલવા પડશે
એક દિવસ એવો આવશે.....
સોળ વરસની દીકરી અને બાવીસ વરસના દીકરાને
મારે નનામીને કાંધે કરવા હજી બે જણ શોધવા પડશે
એક દિવસ એવો આવશે.....
બાપને ક્યારેય જોયા નથી ને માં બિચારી આંખે આંધળી
*મા* આંસુ લુછવા હવે એના જ પેટે જનમવું પડશે
એક દિવસ એવો આવશે.....
હે પ્રિયે ! માફ કરી દે જે સાથે જીવવા મરવાનો વાયદો તોડ્યો
શણગાર તારે તજવો પડશે,વિધવા નારી બનવું પડશે
એક દિવસ એવો આવશે......
હું કા બેઠો બેઠો વિચાર કરું મારા મરણનો
મને ખબર છે કે મારી સાથે આવું જ બનશે
એક દિવસ એવો આવશે......
સોલંકી દિપક "રહીશ"
No comments:
Post a Comment