ગાગા લગાલ ગાલ લગાગા લગાલગા
ઉધાર શ્વાસ દૈ શું મનાવે હવે મને?
આપીને લાલચો શું ફસાવે હવે મને ?
હું મોત પર તો મારી રડી પણ શકું નહીં;
માટે જ જિંદગી આ રડાવે હવે મને.
હું ખોતરીને જાત લે બેઠો છું ઘાવ આ;
તું શું મલમ સમયનું લગાવે હવે મને.
આ મોતથી કદાચ લડીને બચી જઉં;
પણ જિંદગીથી કોણ બચાવે હવે મને.
'સર્જક' પછી આ આવે નહીં હાથ કોઈનાં;
હા એટલે તો આમ સતાવે હવે મને.
-સર્જક
No comments:
Post a Comment