Wednesday, 7 June 2017

સાંજી ગઝલ

💐💐💐💐💐💐💐💐

તા.6/6/17ની તરહી રચનાના ચુનંદા શેરોની સાંઝી ગઝલ.
---------------------
મોહમાયા તું લગાડી જાય છે,
નેહમાં આ ખોળિયું જો ન્હાય છે.
                - ડો જિજ્ઞાસા

મૌનના એ  સળ બધા શરમાય છે,
ખોરડે અજવાળું જ્યારે થાય છે.
                 ભાર્ગવી પંડ્યા

સૂર્ય પોતાના ઘરે પાછો વળે,
પાંદડે ઝાકળના દીવા થાય છે.
                   - અદિશ

શું  કરું  બારે  વહાણો ડુબતા
જિંદગીક્યાંયેવહાવી જાયછે.
                 -  માસૂમ

છંદ રુપે શબ્દ જો સર્જાય છે
તો ગઝલમાં પ્રાણ આવી જાય છે.
   By:- joshi.. (હ્ર્દયા).

સાંજ  વેળા  મંદિરે  ઢોલક   બજે
વાંસવનમાં વાંસળી સંભળાય છે!
                - હરિહર શુક્લ

જેટલી દાબો પ્રણયની લાગણી,
મન તણા ભાવો નચાવી જાય છે.
            -  માસૂમ

ધાત આવીને છળીએ જાય છે.
તો હવે ક્યાં તેની વાતો થાય છે.
                  કાજલ
           - કિરણ પિયુષ શાહ

પ્રેમની    કોઈ    પરિભાષા   નથી
થાય છે ને ત્યાં જ તે પરખાય છે!
              - હરિહર શુક્લ

હાલ મારા એટલા દિલદાર છે,
લાશ જોઈ લોક જો હરખાય છે.
                -આભાસ

આજ તારે આંગણે આવી હવે,
હાજરી સૌની પુરી જોવાય છે?
                કાજલ
           - કિરણ પિયુષ શાહ

મા બિચારી ફૂંકતી'તી ચૂલમાં,
બાળકો થાળી વગાડી ગાય છે.
                - મુકેશ દવે.

કોઇતો થોડી ભલા ચિંતા કરો,
કેટલો માસૂમ બધાનો થાય છે.
                - માસૂમ

શોક તો છે  બે દિવસનો ફક્ત આ;
ભીંત પર ટાંગી પછી દેવાય છે.
                      - સર્જક

ચાંદ સામે ના પડે ફીકો પછી;
એટલે રાતે સૂરજ સંતાય છે.
                  - સર્જક

માણસાઈ કોણ સમજાવે અહીં?
લાગણી કદ જોઈને ડોકાય છે!!
              - ડો જિજ્ઞાસા

હાથની રેખા બધી તરડાય છે!
આ ગરીબી એમ ક્યાં કૈં જાય છે!
          -હેમા ઠક્કર "મસ્ત "

સૂકલકડી કાય શું શુ વેંઢરે?
એક આખું ઘર ખભે ખેંચાય છે!
                - ડો જિજ્ઞાસા

છંદ પર સૌની નજર છે હરઘડી;
ભાવ ક્યાં કોઈને પણ સમજાય છે
                - સર્જક

સ્વાર્થી આ જગત તો છે ઘણું,
માનવતા જ માનવ થી પિંખાય છે.
-ક્રિતી

મ્હેક સાથે આવી મમતા હોય છે,
ચકલી એથી ધૂળમાં તો ન્હાય છે.
- મુકેશ દવે

તું  કહે, રોકી  લઉં  આ શ્વાસને,
પણ,છતાં આ પ્રેમ ક્યાં સમજાય છે?
કાજલ કાંજિયા' ફિઝા'

પેટ પાપી છે કરાવે વેઠ આ,
બેય છેડા માંડ ભેગા થાય છે!
        -હેમા ઠક્કર "મસ્ત "

આંખડી બારે
નિતરતી જાય છે,
દીકરો પરદેશ 'મા'
સોરાય છે.
               ** નિશિ **

મન મૂકીને ના કશું
કહેવાય ત્યાં,
હોઠથી મોઘમ
ઇશારા થાય છે.
               ** નિશિ **

બસ , સમય સાથે બધું ભૂલાય છે,
પણ, સ્મરણ કોઈ સદા સચવાય છે !
           - હેમંત મદ્રાસી

હું ઈશારો ક્યારનો કરતો રહું ,
ના તને એ સહેજ પણ સમજાય છે !
            - હેમંત મદ્રાસી

એક ઝરણું  ગીત ગાતું જાય છે.
પણ તરસ  એનેય કયાં  સમજાય છે!
        - ઉર્વી પંચાલ.."ઉરુ"

આપણા મનની ભીતર શું થાય છે
એક પંખી  અમથું અમથું ગાય છે
                - ભરત ભટ્ટ

ચૂપ ક્યાં રહેવાય,ક્યાં બોલાય છે
એટલો   કેવળ   મૂઝારો  થાય  છે
                    - ભરત ભટ્ટ

ચાલ બદલો જીતવા માટે તમે,
આ સમયની ચાલ ક્યાં બદલાય છે.
         - દેવેન્દ્ર ધમલ

આવકારો  કોણ આપે બારણે
સંબધો આજેય ક્યાં સચવાય છે   ?
              ' આકાશ '
               ભરત પ્રજાપતિ

પંડિતો, હું  આપને  પૂછું  જરા -
એક ક્ષણના કેટલા યુગ થાય છે
                    - ભરત ભટ્ટ

બસ રુદનના છે અવાજોપીંજરે
તમને લાગે પંખી સારુ ગાય છે
                 - પૂર્વી બ્રહ્મભટ્ટ

એમ વીરહ વેદના છલકાય છે.
આંખથીને ધાર ચાલી જાય છે.
     By:- joshi.. (હ્ર્દયા).

પેટિયું રળવા હવે ભટકે બધે,
ઝુંપડીમાં વાળું ત્યારે થાય છે.
        ~ પ્રવીણ દૂધરેજિયા

બોલતાં સૌ પીઠ પાછળ ઘા કરી,
કોણ છે એ,શું કરીને જાય છે?

- નટવર ટાંક જૂનાગઢ.

રૂપ તારું કેટલું આ...હા દિસે,
જામ નજરો થી અહીં પીવાય છે
ડો જિજ્ઞાસા

તું શું સમજે લાગણી ના  ધાવને ,
આંસુ ની તલવાર ક્યાં વીંઝાય છે.

   નીતા ટુંડાયા "નવલ "

લોહી પરસેવામાં ચાલ્યું જાય છે,
જિંદગી ખાલી વહી જો જાય છે.
~  પ્રવીણ દૂધરેજિયા

💐💐💐💐💐💐💐💐
સંકલન :- દેવેન્દ્ર ધમલ
            ભરત ભટ્ટ 'તરલ'
💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment