ગઝલ
ગાગા લગાલ ગાલ લગાગા લગાલગા
મક્કમ નથી હું કે હજી આંસુ ગળી શકુ
સંજોગ એ મળે છે ક્યાં જેમાં રડી શકુ???
એ જિંદગી તુ જામ વધારે પીવડાવ મા
નિસહાય છુ સફર મા પડી-આખડી શકુ
મારુ ભલે ને નામ એના હોઠ પર નથી
એ પણ બને કે મૌન મા એના મળી શકુ
અનહદ હવે આ થાકનો એકજ ઈલાજ છે
થંભે આ શ્વાસ ને પછી આડો પડી શકુ
દેખાવ કાજ ક્યાં સુધી "ગોપાલ" હું હસુ
જે ક્ષણ મળે ખુશીની એ ક્ષણ રડી શકુ
કોટક ધાર્મિક " ગોપાલ "
No comments:
Post a Comment