જોવું છે કેટલું લઈ આવી ગઈ સવાર?
વાળેલ ફિન્ડલું લઈ આવી ગઈ સવાર!
તોલું હું કેમ પ્રેમ તણા એ પદાર્થને?
છાપેલ કાટલું લઈ આવી ગઈ સવાર!
મૃગજળ જો હોત, જાળવી રાખ્યું ય હોત પણ
ઝાકળનું પોટલું લઈ આવી ગઈ સવાર!
અમરત હતું કે ઝેર હતું કામનું ન'તું!
ફૂટેલ માટલું લઈ આવી ગઈ સવાર!
પ્હેરેલ પહેરણને હું કાઢું ય શીદ, કહો!
જીરણ ને ફાટલું લઈ આવી ગઈ સવાર!
- હરિહર શુક્લ
૦૭-૦૬-૨૦૧૭
No comments:
Post a Comment