Wednesday, 7 June 2017

૫, ગઝલ

આદમી
આજકા યે આદમી  ઔકાત મે રહતા નહી હૈ.
આદતો સે આજ  અપની બાજ ભી આતા નહી હૈ.
હાઇવે કે નામ પર ચાહે બનાલે લાખ રસ્તે. .
પર યહા વો ઠોકરે ખાયે બિના ચલતા નહી હૈ.
રોજ કરલે ધરમ ધંધે કા યહા વો બંટવારા. .
પર ખુદાતાલા મકાનો મે કભી રહતા નહી હૈ.
જાત કે દલદલ મહી ઈન્સા યહા ઐસા બસા હૈ. .
ચાહકર ભી જાતિ સે બાહર કદમ રખતા નહી હૈ.
મૈ ફલા હૂ વો ફલા હૈ નામ કે રિશ્તે સભી હૈ. .
બાત  આયે પ્યાર કી તો પ્યાર મે ઘુલતા નહી હૈ. ...
ડૉ.સત્યમ બારોટ  

પ્રેમની આ આગમા પડવા મને લલચાવના.
બાંધવા સંબંધ કેવા એ મને સમજાવના.
જાત બાળી રાખથી ઊભો થતો રોજે ખુદા. .
કોણ કેવું બાળશે એવું મને શિખવાડના. .
કામ મસ્તીમા મને કરવું ગમે છે  રાત દિન. .
એમ ખોટું વાતનું વળગણ મને વળગાડના. .
કારની વસ્તુ ગણી તું ભાવ શાને બોલતી. .
લોક વેચી મારશે એવો મને ચમકાવના. .
આવ સીધી આવતી હો તો અહી ઊભો સનમ. .
એમ ખોટા વાયદા બ્હાના કરી તડપાવના. .
ખાસ છેલ્લા શ્વાસ ધબકે ખોળિયાના શ્વાસ મા. .
યાદનુ લોહી બની રોજે મને ધબકાવના. .
મોતને પણ  આજ કહ્યું એટલું મે શાનમા. .
જિંદગી નામે અમોને રોજ તું  તરસાવના. .
કામની વસ્તુ ગણી તું ભાવ શાને બોલતી.
લોક વેચી મારશે એવો મને ચમકાવના. .

યાદ કેવી એમની આવી ગઈ.
મેઘ બારે માસ વરસે જાય છે.
કેટલી ઈસ્ત્રી કરું આ શ્વાસ ને.
યાદના સળ રોજ  ઉપસે જાય છે.
આંખ ને કેમેકરી રોકુ છતાં.
બંધ  આંખે યાદ પિરસે જાય છે.
રાત દા ડો ના ગમે મારી સનમ.
દેખવા દિલ ખાસ કણસે જાય છે.
મે તને દેખ્યો નથી એકે વખત.
તોય શાને આંખ તરસે જાય છે.
ડૉ સત્યમ બારોટ. .

સારા અને ખોટા બધાને મંજિલે લઈ જાય છે.
રસ્તો બધાની હૈસિયત સાચી બતાઈ જાય છે.
જેવા તમે દેખાવ છો એવો જ રસ્તો રાખજો.
નકલી તમારી ચાલ પાછી છેતરાઈ જાય છે.
બંધાણ રસ્તાનું અહીં જેને થયું ફાવી ગયું.
એના વગર રસ્તો સદા રોજે ભુલાઈ જાય છે.
છોડ્યો અહીં રસ્તો તમે જો

જિંદગીથી ભાગતા.

નાતો તમારો કાયમી રસ્તે કપાઈ જાય છે. .
ચાલે બધા ટાળી  અહીં એવા જ રસ્તે જાય છે.
રસ્તો બધાની જાતમાં એવો છપાઈ જાય છે.
સુખ દુખ પડે કાંટા મળે ના ફિકર  એની રાખશો. .
કરતા રહો કર્મો સદા ફૂલો છવાઈ જાય છે.
રસ્તો બધાના કરમમા સામેલ પણ થઈ જાય છે.
જાણે નસીબે ભાગ પણ  એના લખાઈ જાય છે.
સારા વિચારો હોય તો કરમો બધા સારા થશે.
ખોટું વિચાર્યુ કોઈનું જાતે કટાઈ જાય છે.
ખોયુ ગુમાવ્યું જિંદગી મા કેટલું સાચું તમે. .
રોજે બધી એ ખેપની સાચી ખરાઈ થાય છે.
દર્પણ બનીને જાતને દેખાડતો રસ્તો સદા. .
રસ્તો તમારી જાત સાથે  ઓળખાઈ જાય છે. .
ડૉ.સત્યમ બારોટ.

No comments:

Post a Comment