ગઝલ
----------
પગલું ભર્યુ તો પંથ વિકટ ટેકરો થયો
બેસી રહ્યાં તો બેઉ પગે ઝામરો થયો
આંસુનો અર્થ આપ કહો છો ઝરો થયો
ડૂમાનો અર્થ ત્યારે હવે વેકરો થયો
અંતર વધી ગયું તો વધ્યા અંતરાય, પણ
ક્યાં અંતરંગ એક પૂરો અંતરો થયો
સપનાં મળ્યાં સમેત સનેપાત પણ મળ્યો
ઉંઘી ગયું શરીર ને ઊજાગરો થયો
- ભરત ભટ્ટ
No comments:
Post a Comment