Wednesday, 7 June 2017

ગઝલ


શબ્દ છે તાલ છે  અને સુર, લય છે,
અને નામ મારું તમારામાં વિલય છે
***
તમારા નામનું અહર્નિશ મનન કેમ કરવું?
સતત જિંદગી માં સતત જો પ્રલય છે.
***
નથી કોઇ ઈચ્છા અમારી અધૂરી,
અમારીઆંગળી પર છતાં એક વલય છે.
***
હશે વ્યાપ્ત દુનિયા,તો પ્રાપ્ત થાશે,
અમારી હજી પણ એવી એક વય છે.
***
હજારો અપેક્ષાઓ ની એક નૈયા,
તમરાજ દરિયે એનો સમન્વય છે.
***
છે ક્ષીણ હૈયું ને દીર્ઘ ઝંખા,
કહો અંતરે ક્યાંકને ક્યાંક ક્ષય છે!
***
હજી ક્યાંક ને ક્યાંક જીવે છે શ્રદ્ધા,
હજી એટલે આપણો આ સમય છે.

વિનુ બામણિયા"અતીત'
7/6/17.ગોધરા.

No comments:

Post a Comment