Wednesday, 7 June 2017

ગઝલ

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ

પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો ભેદી રીતે મને માફ ના કરો,
હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.

મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.

પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’,
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ.....                            -’મરીઝ’

No comments:

Post a Comment