Saturday, 17 June 2017

૨, લઘુ કાવ્ય

હાથ હળવે હળવે .
હરખતો,
હસીના હાથ હતો હાથમાં.
મનમાં મમળાતો મ્હેક ,
માદક મૃગનયની તુજ મિલનની.
ત્યાંજ તૂટ્યો તંદ્રાનો તારો,
ન તું ન હાથ ન મિલન.....!

-સંદીપ ભાટીયા "કવિ"

રાત રડે ,રખડે,રવાડે ચડે,
પણ પ્રેમ પોતાનું પોત પાથરે,
અંધારાની આગમાં આલિંગન આંધળું,
ઓગળે અરમાનો ,
દડ દડ દદડતા દિલથી
આંસુમાં ઓગળી એ
પીયાના પ્રેમમાં પાગલ .

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment