Friday, 2 June 2017

ગઝલ

માતના વ્હાલે વણાતી દીકરી,
બાપની ચિંતા જણાતી દીકરી.

પારકી થાપણ જગત પણ માનતું,
સાપનો ભારો ગણાતી દીકરી.

ઘર તણી શોભા વધારી આપતી,
મન મહીં છોને દબાતી દીકરી.

દીકરો વારસ બની ને અવતરે,
કુળની લક્ષ્મી જપાતી દીકરી.

કોઇ વાતે કમ નથી પણ જનમતે,
દીકરા થી કમ ગણાતી દીકરી.

રુપ  દીધું  ઇશ્વરે  કામણ ભરી,
કેટલી  નજરે  સમાતી દીકરી .

જોઇલો માસૂમ સમજની દુવિધા,
આખરે અબળા મનાતી દીકરી.

           માસૂમ મોડાસવી

No comments:

Post a Comment