જરૂરત મુજબની મહોબત બધાંની.
હસીને રડાવે આ એવી કહાની.
મુબારક તમોને તમારી અમીરી,
ફકીરીમાં અમને ફિકર ના કશાની.
તમે એમ માનો ખબર શું થવાની ?
બચી ના શકાશે નજરથી ખુદાની .
કરમના હિસાબે દશા આ તમારી ,
મદદ કયાંથી મળશે સ્વજન કે સગાંની?
મારી આ તબાહીનું કારણ હું ખુદ છું
મિત્રોએ ના કહી'તી એ રસ્તે જવાની
અમે 'રાજ 'શાયર નથી કોઈ મોટા ,
ગઝલને બહાને બે વાતો મઝાની .
-------------
------રાજેન્દ્ર મહેરા
No comments:
Post a Comment