ઘુંઘવાટો દરિયો ને ઘુંઘવાટો સાગર
ઉછળતાં મોજાં સાથે લહેરો લાવે
દરિયાનાં મઝધારમાં ભમરીઓ હોય
ચકરડી ફરે ને એવું લાગે
દરિયાનાં તટમાં મોતી નો ખજાનો
મરજીવો જઈને શોધી ને લાવે
ઉછળતી છોળ માં તરંગ આવે
શંખ ને છીપલા ઝૂલે જાણે
દરિયો પોતામાં બધું સમાવે
ને કાંઠાનું પણ પાછું ખેંચે
ઘુંઘવાટો દરિયો ને ઘુંઘવાટો સાગર
ઉછળતાં મોજાં સાથે લહેરો લાવે.....બીના શાહ.૨૭-૬-૨૦૧૫.
No comments:
Post a Comment