Wednesday, 28 June 2017

ગઝલ

કોરા કોરા બ્હારે ગ્યાતા .,
પલળીને પાછા ઘર આવ્યા.

શ્વાસો મારા સાતે ફેરા .,
રોળીને પાછા ઘર આવ્યા.

ગ્યાતા મૂગા ઘરની બ્હારે .,
ખખળીને પાછા ઘર આવ્યા.

જન્મો ફેરા યોની યોની .,
રખળીને પાછા ઘર આવ્યા.

તારે દ્વારે છેલ્લા શ્વાસો .,
ઢોળીને પાછા ઘર આવ્યા .

યાદોની કબ્ર પ્હેલી વેળા .,
ધોળીને પાછા ઘર આવ્યા.

બંદા અલ્લા ઇશ્વર ની લઇ.,
ટોળીને પાછા ઘર આવ્યા .
્્્્ ્્્્ ્્્્

ડૉ .સત્યમ બારોટ
૯૯૦૪૬૧૨૫૧૭
૮૪૮૭૯૪૮૧૫૮

No comments:

Post a Comment