ઞઝલ
સૌની સામે સાદર અાવ્યા,
દિવસો થઇને પગભર અાવ્યા.
અંધારાઅે મચકોડ્યું મોં,
અજવાળા જ્યાં અંદર અાવ્યા.
ઈશ્ર્વર તારા મંદીરે સૌ,
લઇને મેલી ચાદર અાવ્યા.
જીવનના કોરા કાગળ પર,
લખવા કાનોમાતર અાવ્યા.
બે હૈયાની વચ્ચે અાડા,
દીવાલોના ચણતર અાવ્યા.
જિજ્ઞા ત્રિવેદી
No comments:
Post a Comment