Wednesday, 19 July 2017

ગઝલ

એક સરખી ક્યાં વહે છે આ નદી,
કેટલી અડચણ સહે છે આ નદી.

થાય ખળખળ ને કદી ગંભીર એ,
કેમ અવઢવમાં રહે છે આ નદી?

ક્યાંક ઊંડી ક્યાંક થાયે છીછરી,
કોણ જાણે શું ચહે છે આ નદી.

છે છલકતી એકધારી, પણ સદા,
સાવ કોરી બસ વહે છે આ નદી.

આ પહાડોની ભુજા છોડ્યા પછી,
એકલી જાણે રહે છે આ નદી!

"જયલા"

No comments:

Post a Comment