Friday, 14 July 2017

ગઝલ

આપણે અળગા રહી જીવી ગયા,
કોણ   જાણે   ઝેર  કેવું  પી ગયા !

કાળજાને સ્હેજ વાચા ફૂટતાં,
આ કલમથી શબ્દશ: વરસી ગયા.

આપના પત્રો મળ્યા વર્ષો પછી,
બોલ આવ્યા ને સ્મરણ ઝીલી ગયાં.

પાળવાને જીંદગીભરનું વચન,
જાતને હારી ફરી જીવી ગયાં.

ડાળથી છૂટી ગયાં સંજોગવશ,
ને બની ફોરમ અમે પ્રસરી ગયાં.

દિપલ ઉપાધ્યાય.... *ફોરમ*

No comments:

Post a Comment