પ્રિન્ટર દિલે રાખી શકાતા હોત તો!
ગમતાં સ્મરણ છાપી શકાતા હોત તો!
કૈં કેટલાયે સ્વાદ પારખવાં મળે,
સંબંધ પણ ચાખી શકાતા હોત તો.
*જોઈ ગરીબી 'ને તપેલી બોલી કે:*
*''આ પત્થરો બાફી શકાતા હોત તો"!*
આ શેર બબ્બર શેર
કારણ તપાસી, પોસ્ટમોર્ટમ પણ કરું,
આ આંસુ જો કાપી શકાતા હોત તો.
પેટ્રોલની માફક શરીરે શ્વાસ પણ,
રિઝર્વમાં રાખી શકાતા હોત તો!
કવિ-જુગલ દરજી 'માસ્તર'
No comments:
Post a Comment