.
ગઝલ "નારી"
.
પ્રેમાળ હોય છે ને એ નાદાન હોય છે,
એક નારી નીજ આ ખરી પહેચાન હોય છે.
.
અંબાના રૂપમાં હો કે સીતાના રૂપમાં,
પણ એ દરેક ઘર ની થતી શાન હોય છે.
.
પાણીની જેમ શાંત છે ને આગ થીય તેજ,
કોયલ સમાન મીઠી તો જુબાન હોય છે.
.
નાનકડી બેન રૂપી એ લાડો લડાવતી,
ને હોય મોટી બેન તો ફરમાન હોય છે.
.
ઈશ્વર સમાન હોય છે માતાના રૂપ માં,
પણ પત્ની રૂપે હોય તો એ જાન હોય છે.
.
મિત્ર રાઠોડ
.
No comments:
Post a Comment