Saturday, 15 July 2017

ગીત

                                      ગીત.....
શ્યામ! તમે બંસીના બોલ ને ના થામજો
ઘેલું કર્યું વનરાવન  યમુનાવન ને ઘેલું ગોકુળિયું ધામ જો..
                               શ્યામ! તમે .............

યમુના ની પાળે, ગોધણ વેળા સુધી
                                આંખો મા હોય તમ વાટ
હૈયાને એવું તે શું ઘેલું કર્યું
                             કે   ઉછળે સાગર અફાટ
ઘડી બે ઘડી સૂર છો ને રેલાય
                    વાટ નિરખે ગોપ ગોપી તમામ જો
શ્યામ! જરાં બંસીના બોલ ને ના થામજો....

વિહ્વળ આંખડી રાતી રાતી
                     ને આખીય યમુના સમાતી
વાટ નીરખી થાકે રે આંખો
                    કેમ જાણવી હૈયા ની હયાતી
દરિયા ની ખારપ ના નીતનવા નામ
                         તો આંખ ની ખારપ ના શું નામ જો
શ્યામ! તમે બંસીના બોલ ને ના થામજો
     ઘેલું કર્યું વનરાવન યમુનાવન ને ઘેલું ગોકુળિયું ધામ જો
શ્યામ!...........
                          ભરવાડ નિલેશ 'મન'

No comments:

Post a Comment