Saturday, 29 July 2017

ગીત

વિષાદી વરસાદી રાત્રિ !

આ રીતે વહાલ કંઈ કરાય ?
ઊભરાયું હોય હેત ટપલીક બે મારીએ પણ સીધો
કાંઈ ધુંબો મરાય ?

ઓચિંતા આવીને ધાબા લઞ ઊછળીને
કરવાનુ આવુ તોફાન ?
શેરિયુંમા તરતી ઇ કાગળની હોડિયુંનું થોડુંક તો રાખવુંતું ધ્યાન ?
ગામ આખું આવે ભાઇ નદીયું માં નહાવાપણ
નદીયું થી ગામમાં ગરાય ?
આ રીતે વહાલ કંઇ કરાય ?

એવુ તો કેવુ વરસાવ્યુ પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય ?
ધસમસવું સારું, પણ આટલું તો નહીં જ જેમા છેવટ એક ડૂમો રહી જાય.
ખેતર, અબોલ જીવ શ્વાસ ચૂકી જાય એવો ભીનો
કાંઈ ચીંટીયો ભરાય ?
આ રીતે વહાલ કંઈ કરાય ?

– કૃષ્ણ દવે

No comments:

Post a Comment