Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
વાદળનું સરનામું આપો ઝાકળનું સરનામું આપો.
રસ્તા પરનાં પગલાં બોલ્યાં, આગળનું સરનામું આપો.
પડઘા પાડી ગુફા બોલે, ઝળહળનું સરનામું આપો.
ચારે બાજું ચર્ચા છે આ, ભાગળનું સરનામું આપો.
મુંગી મુંગી ચાંચો બોલી, કૂંપળનું સરનામું આપો.
ભરત પ્રજાપતિ 'અદિશ'
No comments:
Post a Comment