તરહી ગઝલ........ 4/7/17..
સપનાઓને પાળી બેઠા
પાંપણને પંપાળી બેઠા!
કાયમ પૂજયા કરતા લોકો
પથ્થરમાં શું ભાળી બેઠા.
રાધાની આંખો પુછે છે,
મુરલીમાં શુ ભાળી બેઠા..
એના ઘરને રોશન કરવા,
ભીંતો ઘરની બાળી બેઠા
વૃક્ષે જાણે દીવા પ્રગટે,
પંખી જો કોઇ ડાળી બેઠા..
ભણકારા રાઘવના સુણી,
ઝુંપડી મનની વાળી બેઠા..
દીપક એનો જલતો રાખવા
શ્ચાસો ભરવા ટાળી બેઠા
મીરાંનુ મન ક્યાં મેવાડે ?
મનમાં શ્રી વનમાળી બેઠાં
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment