Friday, 14 July 2017

ગઝલ

જીંદગી...! કયા છે તુ???

શોધુ રહી છુ ક્યારની હું, કયા છે તુ?
ક્યાય કેમ દેખાતી નથી, કયા છે તુ?

રાખી ખુલ્લો દરવાજો, નજર બિછાવી,
કેમ નથી સંભડાતો પગરવ, કયા છે તુ?

કપાતા નથી કેમ હવે આ દિવસ ને રાત,
દુ:ખે છે અંતર, નથી છુપાવાતુ કૈ, કયા છે તુ?

કરી પ્રાર્થનાઓ ને કરગરી પણ પાસે ઈશની,
હોય અસ્તિત્ત્વ તારુ તો બતાવ, કયા છે તુ?

સમય ચક્ર રોકાયુ કે રોકાઈ ગઈ છુ હું?
કહું રોજ, હવે તો કહે જીંદગી! કયા છે તુ?
ઈશિતા🌹

No comments:

Post a Comment