નિરાંતે બધાને સુવા દે કબીરા,
પછી જોવા સપના નવા દે કબીરા.
સડક પર ઉભું બાળ આવીને બોલ્યું,
મને પણ નિશાળે જવા દે કબીરા.
અમારે નથી રાજ રજવાડા જોતા,
બધીએ દિશાથી દુવા દે કબીરા.
બધી જંગ જીત્યો ભલે આજ લગ તું,
પ્રણયમાં મને જીતવા દે કબીરા.
સદાયે મળે આકરા રસ્તે સફળતા,
એ પથ પર મને ચાલવા દે કબીરા.
એ મારા નસીબે નથી તો નથી પણ,
હથેળીમાં તો રાખવા દે કબીરા.જ
સડક પર ઉભું બાળ આવીને બોલ્યું,
મને પણ નિશાળે જવા દે કબીરા.
તું નાદાન સમજી મને માફ કરજે,
પ્રશાંત ના ગુનાઓ જવા દે કબીરા.
.....પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment