Friday, 14 July 2017

ગઝલ

Good morning gazal-3
##નબીરા##

મળે રોજ કેવા નબીરા,
અરે! નંગ જેવા નબીરા.

બધે આંધળે બેરું કૂટે
કરે રાજ એવા નબીરા.

લઈ નીકળે હાથ ઝાડું,
ફરે વોટ લેવા નબીરા.

ભલે હાથ કે હો કમળ એ!
કરે ત્યાય સેવા નબીરા.

ન અક્કલની છાંટ થોડી,
છતા ખાય મેવા નબીરા.

  - સંદિપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment