સપનાની બે કલમ બનાવી જઈ કૂંડામાં વાવી
કૂંપળ ફૂટી નાનીમોટી સવારમાં સરખાવી
સરખે સરખું ખાતર દીધું સરખે સરખું પાણી
એક બની સહીયરની દાસી એક બની પટરાણી
લાગણીઓને અનરાધારે કોણે ના વરસાવી ?
દાસી કૂંખે કુંવર જન્મે વાંઝ રહે છે રાણી
રાજમહેલમાં અંધારુંને કૂબામાં ઉજાણી
સુખના સરનામાની ચિઠ્ઠી કોણ ગયું બદલાવી ?
-- જયંતિ પટેલ
No comments:
Post a Comment