લાગણીની સ્કૂલનું ભણતર તપાસો
પ્રેમ નામક પુલનું ચણતર તપાસો ..
આવશે ના કો' ખજાનો એની તોલે
બાળપણનું જો કદી દફ્તર તપાસો !
લો તણખલું પણ કરી ગયું આમ ઘાયલ
સાવ મૃદુ કેમ છે બખ્તર તપાસો ..
ખૂબ ઘા ખાઈ થઈ છે જાત નક્કર
હોય જો શંકા તો લો ઘડતર તપાસો
આવરણ આ બાહરી તો છે ચકાચક
કેમ ફાટી ગયા ભલા અસ્તર તપાસો !
-----શબનમ
No comments:
Post a Comment