તારી आंखोमां રદ્દીફોના કૂપા,
ને અમે અહીં કાફિયા લઈને ઊભા.
શબ્દનું લશ્કર લડે મસ્તક ઉપર,
હાથ જેવા હાથ છે કોના સૂબા.
શ્વાસ હિલોળાઈ છે ઉપર નીચે,
એને હિંચોળે છે સ્મરણોના ઝૂલા.
લાગણીઓ ડિલ ઉઘાડું લઈ ફરે,
સ્વપ્નમાં આવે છે ભાષાના કૂબા.
કોઈએ આસ્વાદ પણ લીધો નહીં,
વાહ, આ તો વાહ-વાના મધપૂડા.
જેટલો શાસ્ત્રાર્થ લામ્બોલચ કરે,
પંડિતોના એટલા મોટા ગૂડા.
કોઈની ગાથાને પારિતોષિકો,
અમથેઅમથા કોઈના નીકળ્યા કૂથા.
ભરત ભટ્ટ
No comments:
Post a Comment