નનામી દે હવે - ગઝલ
હોય જો સિક્કો ઉછાળી દે હવે
એક બાજુને બતાવી દે હવે
જે રમતમાં હોય છે છળ ને કપટ
એક બાજી તું હરાવી દે હવે
છત વગર જીવે ગરીબો આ બધા
કાં પછી સૌને પતાવી દે હવે
આજ પોતાના પછાડી જાય છે
જીવતા અમને નનામી દે હવે
એક પળમાં છે મરણ જોને "રહીશ"
ક્યાંક ખોળે જન્મ આપી દે હવે
સોલંકી દિપક કિશોરભાઈ "રહીશ"
No comments:
Post a Comment