ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
નાસમજ ત્યારે હતો જન્મ્યો હતો હું દેહથી ,
મોકલી સમજાવવા જનમેદની પરલોકથી ,
પ્રેમથી જેણે ભણાવ્યા જિંદગીના પાઠને ,
વંદુ વારંવાર એ માબાપને હું હેતથી ,
જ્ઞાન આપ્યું જેમણે બંને વલણને દાખવી ,
એ ગુરૂઓના ચરણને હું પખાળું પ્રેમથી ,
જે સમજ આપી મને કપરાં સમયની સાથમાં ,
એ સમયને માન આપું દિલ તણા ઊંડાણથી ,
કેટલો ઉપકાર તારો માનવો હે દેવતા ,
ગળગળો આભારવશ થઇ હું નમું છું નેમથી .
હિના શાહ " મહેંદી "
No comments:
Post a Comment