Friday, 14 July 2017

ગઝલ

ચરણ   નમાવું   શીશ  ગુરુવરજી,
હતી  જિંદગી  બધીર  ગુરુવરજી.

આપ્યા   સંતોષ,   સંયમ  અપાર,
હતી હું અબુધ અધીર ગુરુવરજી.

જિંદગીનાં  સુખ દુ:ખ સમજાવ્યા,
ના રહીં હવે હું સગીર  ગુરુવરજી.

રામાયણ, ગીતાનાં  કર્યા  રસપાન,
થઈ  ગઈ   હું   કબીર  ગુરુવરજી.

માટીમાંથી   માણસ   બનાવી મને,
આપોને   સેવા  લગીર ગુરુવરજી.

કવચ,કુંડળ આપું કે આપું અંગૂઠો ?
ગુરૂદક્ષિણામાં આપું મારું ઝમીર ગુરુવરજી.

કાજલ કાંજિયા "ફિઝા"
9/7/2017

No comments:

Post a Comment