Friday, 14 July 2017

ગઝલ

Good morning gazal-2

##ગુરુજી###

અંધારામાં તો અજવાળા કરજો ગુરુજી,
આ ખાલી ઘટમાં જળ ઠંડા ભરજો ગુરુજી,

હું તપતી ધરતી છું કાળી વરસાદી બે,
બુંદો થૈને અંતરમાં મુજ સરજો ગુરુજી.

સંસારી છું માયાની ચાદર છે માથે,
એ દૂર કરી મારગ સાચો ધરજો ગુરુજી.

ભૂલોના આ ભવસાગરમાં રે'જો સાથે,
કાયમ મારી આંખો સામે ફરજો ગુરુજી .

ભૂલોનો ભંડારી ઝેરી પાપીલો હું,
પાપો મારા શંકર થૈને હરજો ગુરુજી.

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment