Friday, 14 July 2017

અછાંદસ

@#હયાતી#@

અરીસામાં ખૂંપેલી મારી છબી,
અચાનક મિસ્ટર ઇન્ડિયાની
જેમ
ગાયબ થઈ ગઈ,
ચાંચડના ચટકા જેમ
મને મારી હયાતી ચચરવા લાગી,
ખરબચડા વિચારો
ઓચિંતા આવેલા
ઝાપટાની જેમ વરસી પડ્યા,
ખરતા અરમાનોના દિવાસ્વપ્નથી ભીંજાઈ ગયો,
હા! ભીંજાયેલો,
પણ.. લીલો નથી,
હવામાં હવાત્ય મારતા
કપાયેલી પાંખો વાળા પંખી જેવો હું,
અરીસાની મધ્યમાં ડોકયાં કરું છું,
શું અરીસો આંધળો થઈ ગયો છે?
કે મારી જાત સામે ઉભેલો હું ,
અરીસાની સામે નથી?

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment