Friday, 14 July 2017

ગઝલ

<<< કરવી છેે >>>
પ્રેમની આજ વાત કરવી છે.
એક સમજુ બબાલ કરવી છે.

બેહયા થઈને આવશો ક્યારે?
કામની બે"ક વાત કરવી છે.

ધાટ મારી મરજી મુજબ ઘડવા
ભીની માટી શી જાત કરવી છે.

નોંધ ઈતિહાસમાં થશે મારી
જીંદગી દર્દનાક કરવી છે.

રુક્ષ કાંટાની એક ઈચ્છા છે
એક વખત તો સુવાસ કરવી છે.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment