આ ગઝલ કાફિયાની ય ऋणी થઈ,
કોઈ આવ્યું ને સંધ્યા સલૂણી થઈ.
જે કથા મેં શિશુ સાથે વર્ણવી -
એ પરી સ્વપ્નમાં પણ પરુણી થઈ.
આટલે દૂર આવી ઊભો કાફલો,
તો,પર્યાપ્ત ઈચ્છા જ ઊણી થઈ.
પાંચિકે પાંચિકે યાદ ઉછળી રહી,
એકઠા થઈ રહ્યા તો તરુણી થઈ.
જાગતા ઊંઘીએ,ઊંઘતા જાગીએ
રાતભર શબ્દની સેજ કૂણી રહી.
એ અલખને એણે એ પ્રકારે લખ્યું,
માત્ર મારી ઉદાસી જ ધૂણી થઈ
એમ કંતાય છે શ્વાસ ચરખા ઉપર,
કે, કથા જાણે પાશેર પૂણી થઈ.
ભરત ભટ્ટ
No comments:
Post a Comment