Saturday, 29 July 2017

અછાંદસ

એકેય જામ હવે પિવાયો નહિ
મહેફિલે આજ ગવાયો નહિ.
પૂછશો તો કારણ ગમશે નહિ
એ આંખોથી આજ શરાબ ઠલવાયો નહિ.
ગીત , ગઝલ કશું આજ લખાયું નહિ
શબ્દે શબાબ આજ છવાયો નહિ.
કલાકાર આમતો છું નહિ
છતાં ખૂંચ્યું કલ્પનનો કેકારો આજ સાંભળ્યો નહિ.
હોવાપણું એમનું કાયમ ગવાતું રહ્યું ઝરૂખે
ને "નીલ" આમ છતાં હૈયાનો તાર ટાણે વાગ્યો નહિ.
      રચના: નિલેશ બગથરીયા
                "નીલ"

No comments:

Post a Comment