Saturday, 1 July 2017

ગઝલ

ગઝલ

ઝરમર  નહીં  તું , મૂશળધાર વરસી જા ,
ભીંજવી  દે  ધરા, અનરાધાર વરસી જા.

મેઘતૃષ્ણા   કચ્છની,  પારખી  લે  બાપ,
રમતું    છોડીને,  સચરાચર  વરસી  જા.

મીઠો  આ  મુલક , મીઠા  એના  માનવી,
સીમ-સીમાડે-ખેતરે પારાવાર વરસી જા.

કેડૂણાં  નીરખીએ  તને, ચાતકની આંખે,
મોતી  પકવશું  હૈયે, જલધાર વરસી જા.

તું જ  જીવન,તું જ  સાજન  આ  માટીનો,
કરી  દે  તરબોળ, હર વિસ્તાર વરસી જા.

'કાન્ત'ની   વાણી,પાણીને  ઇરશાદ  કહે,
મુલક  પલળે -કર ચમત્કાર, વરસી  જા.

                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment