Saturday, 1 July 2017

ગઝલ

સ્હેજ જ્યાં વરસાદ આવી જાય છે ,
જીવમાં ઉન્માદ આવી જાય છે .

દૂરથી એ આવતી દેખાય ત્યાં ,
હોઠ પર  સંવાદ આવી જાય છે .

ફૂલની  ઉગતી કળી જોયા પછી ,
આંખમાં મરજાદ આવી જાય છે .

હું પલળતો એકલો ત્યારે સખી ,
કાં અચાનક યાદ આવી જાય છે ? *

હાજરી તારી નથી ' મરમી ' અહીં ,
એટલે ફરિયાદ આવી જાય છે .

        - મહેન્દ્રસિંહ પઢિયાર  ' મરમી '

No comments:

Post a Comment