........................ગઝલ
જિગરમાંહીં આજે સમાતો નથી આ હરખ
સનમ મેઘની જેમ તું મન મૂકીને વરસ.
નશો જાય છે વ્યાપી રગરગમાં મારી સનમ
હસે છે તું મુજ સામે જ્યારે મરક ને મરક.
કરે છે કળા મોરલો આવતા મેવલો
ઘણી વેળા આવો જ મુજમાં પડે છે ફરક.
હ્રદયને અને મેહને કૈંક તો મેળ છે,
નહીં તો આ જીગર અચાનક ખિલે નૈં તરત.
રહીં કેમ શકશે"વિજય"તુજ વિના ઓ સનમ!
એ ચાલી ગયો વરસી તું પણ જવાની પરત?
કવિ વિજયકુમાર જાદવ
30/06/2017
5:00pm
No comments:
Post a Comment