Saturday, 1 July 2017

ગીત

ચાલ, પીયુ ભિંજાઈએ,...........(૨)
વરસાદની છે આ પહેલી મોસમ, ........(૨)
                   તને, મારા છે સમ......
                  હો તને, મારા છે સમ.

વરસાદ વરસેને મારું મનડું તરસે,........(૨)
વરસતા વરસાદે મુને તારી યાદ તરસે,
હવે ના કહીશ મને, કે તું થોડું ખમ...
                         તને મારા છે સમ.

સરિતા ને સાગરમાં આવી છે ભરતી, .........(૨)
ને હ્રુદીયાના ઘોડાપૂરમાં હું તરતી,
હવે કાગળની હોડી કરી, બાળક થઈ રમ...
                           તને મારા છે સમ.

ઝરમર વરસાદે ભીંજાય મારા રે ચીર,.....(૨)
ને પીયુ મિલન કાજે મુજ મનડું અધીર,
હવે રાખ ના કો...ઈ, તું લાજ કે શરમ.
                           તને મારા છે સમ.

જોવો છે હવે આ સુગંધના દરિયાનો રંગ,.......(૨)
આ ફરફર વાતા મીઠા વાયરાની સંગ,
હવે કોરાણે મૂ.....ક, સૌ જિંદગીના ગમ.
                           તને મારા છે સમ.

Thanks,
Alpa  Vasa

No comments:

Post a Comment