Friday, 14 July 2017

અછાંદસ

મળશુ તો મજા આવશે રૂબરૂ
આમ messge માં છે કપરું.
છે આમ તો લખાણ જબરું
કળાય જો સામે તો વાંચન આવકારું.
દૂરથી રામ રામ છે અઘરું
આવો ને મળો તો છે ચોક્કસ મધુરું.
યાદોને શું રોજે રોજ  મ મરું
હોવાપણું કરો છતું આવી રૂબરૂ.
માહોલ ...મૌસમ ...ને મોજ હશે
આવી જાવ પછી વરસાવું બનશે જબરું.
કશિશ રહી છે કાયમ આમ તો
કારણ શોધશો આવવા તો કેમ બનશે અનેરું??
     રચના: નિલેશ બગથરીયા
              "નીલ"

No comments:

Post a Comment